કોરોના ઇફેક્ટ : મોરબીમાં મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રદ કરાયો

- text


જિલ્લા પ્રભારી સૌરભ પટેલની હાજરીમાં યોજાનાર મહિલા સંમેલનને રદ કરવાની જાહેરાત

મોરબી : કોરોના વાયરસની દહેશત વચ્ચે મોરબીમાં મહિલા દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.જિલ્લા પ્રભારી સૌરભ પટેલની હાજરીમાં મહિલા સંમેલન તા 8 ના રોજ યોજાનાર હતું .પણ કોરોના વાયરસની દહેશતના કારણે વધુ લોકો એક સાથે જમાના થાય એ માટે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.કોરોનાની દહેશતના લીધે સીરામીક ઉદ્યોગના સેમિનાર બાદ બીજો કાર્યકમ મોકૂફ રાખ્યો છે.જિલ્લા કલેકટરએ કાર્યક્રમ રદ થવા અંગે કરી પુષ્ટિ કરી છે.

- text

ચાઈનામાં હાહાકાર મચાવતા કોરોના વાયરસે હવે ભારતમાં પણ દેખા દીધી છે. આ કોરોના વાયરસ ચેપની માફક વધુ ન ફેલાય તે માટે સરકાર અને પ્રશંસન દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.ખાસ કરીને જાહેર મેળાવડા અને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય આ કોરોના વાયરસ ચેપની જેમ ન ફેલાય તે માટે હાલ પૂરતા આગામી કાર્યક્રમોને એક પછી એક રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં કોંરોના વાયરસની દહેશત વચ્ચે ગઈકાલે મોરબીના સીરામીક ઉધોગ માટે મહત્વના એક સેમિનારને હાલ પૂરતો રદ કરવાની જાહેરાત કર્યા બાદ આજે બીજા અન્ય સરકારી કાર્યક્રમને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આગામી 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે મોરબીમાં સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પ્રભારી સૌરભ પટેલની હાજરીમાં મહિલા સંમેલન તા 8 ના રોજ યોજાનાર હતું ,આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોય કોરોના વાયરસની દહેશતના કારણે આ મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.છે.જિલ્લા કલેકટરએ આ કાર્યક્રમ રદ થવા અંગે કરી પુષ્ટિ કરી છે.

- text