મોરબી : પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં માહી જાકાસણીયા ઉતીર્ણ

મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં માહી હિતેશભાઈ જાકાસણીયાએ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં પાંચમો ક્રમ મેળવ્યો હતો.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા લેવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં માહી હિતેશભાઈ જાકાસણીયાએ 169 માર્ક્સ સાથે પાંચમો જ્યારે મોરબી તાલુકામાં બીજો નંબર મેળવ્યો હતો. જે બદલ ટંકારા બી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશ પ્રભુલાલ ફેફર, પ્રકાશભાઈ ફેફર, પરેશભાઈ પરસોત્તમભાઈ ફેફર, અર્પિતભાઈ મેરજા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.