ટંકારા : બોર્ડની પરીક્ષાઓ દરમ્યાન પરિક્ષાર્થીઓ માટે માર્ગદર્શક બનશે વિદ્યાર્થી એકતા સંગઠન

- text


પરિક્ષાર્થીઓ અને વાલીઓની કોઈ પણ મુશ્કેલીમાં યોગ્ય સલાહ-સુચન મદદ માટે ટીમ સ્ટેન્ડબાય 

ટંકારા : “વિદ્યાર્થી એકતા સંગઠન” ટંકારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી માટે સહાયકની ભૂમિકા ભજવવા સજ્જ બન્યું છે. પરીક્ષા કેન્દ્ર પર મુંજવણ હોય કે પરીક્ષા સ્થળે પહોંચવાની પરેશાનીના સમયે તેમજ અકસ્માત કે દુર્ઘટના ઘટે તો એ સ્થિતિને પહોંચી વળવા માટે વિદ્યાર્થી એકતા સંગઠનની ટીમ સ્ટેન્ડબાય તથા ઓનલાઇન રહેશે.

બોર્ડની પરીક્ષા આગામી 5 માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે પ્રથમવાર બોર્ડનું પેપર આપતી વખતે વિધાર્થી અને વાલીમાં જાણકારીના અભાવે થોડો ભય અને આશંકા હોય છે. જેને દુર કરવા “વિધાથી એકતા સંગઠન”ની ટીમ ખડે પગે રહી તમામ જરૂરી મદદ કરશે. વિધાર્થી માટે સંગઠન દ્વારા ઈમરજન્સી મદદ પુરી પડાશે. જેમાં કોઈ કેન્દ્રની માહિતીથી લઈને પરિક્ષાર્થીને અકસ્માત કે આકસ્મિક બીમારી જેવી સમસ્યામાં તાત્કાલિક સહાયકની ભૂમિકા ભજવશે. જેની માહિતી સંગઠનના અધ્યક્ષ જયેશ ભટાસણાએ આપી હતી.

- text

જયેશભાઈએ આ બાબતે વધુમાં જણાવયુ હતું કે વાલીઓ તેમજ પરિક્ષાર્થીઓ કોઈ પણ જાતનું ટેનશન ન અનુભવે એ માટે સંગઠન તમામ પ્રયાસો કરીને પરિક્ષાર્થીને માનસિક હૂંફ અને આત્મવિશ્વાસ અપાવવા કેન્દ્રની બહાર સ્ટેન્ડબાય રહેનાર છે. સાથે કોઇ પણ પરિક્ષાર્થીને પરેશાની જણાય તો 8141208873 નંબર પર ફોન કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text