મોરબીની આર. ઑ. પટેલ મહિલા કોલેજ દ્વારા શૈક્ષિણક પ્રવાસ યોજાયો

- text


મોરબી : મોરબીની આર. ઑ. પટેલ મહિલા કોલેજ દ્વારા એક દિવસીય શૈક્ષિણક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્સ વિભાગની વિધાર્થિનીઓએ નરારા મરીન નેશનલ કૅમ્પની મુલાકાત લીધેલ હતી. મરીન નેશનલ કેમ્પમાં વિધાર્થિનીઓને દરિયાઈ જીવ સૃષ્ટિ જેવી કે પફર ફિશ, કરચલાં, સ્ટાર ફિશ, સી કાકુમ્બર, દરિયાઈ ફૂલ, સાથોસાથ ભરતી ઓટ, મેન્ગ્રુવના ઝાડ, કોરલ, દરિયાઈ લીલ વિશેની પ્રત્યક્ષ માહિતી કેમ્પના ગાઈડ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. વિધાર્થિનીઓએ બપોરના સમયે વન ભોજનનો લાભ પણ ટાપુ પર મેળવ્યો હતો.

- text

તદુપરાંત બપોર પછીના સમયમાં જામનગરનું સ્વામિનારાયણ મંદિર અને જામનગરનો પ્રખ્યાત જામ રણજીતસિંહજી પાર્ક, ડેમની પણ મુલાકાત લેવામાં આવી હતી. શૈક્ષણિક પ્રવાસ સલામત અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય, તે માટે મોરબી ડેપો દ્વારા 3 એસ. ટી. બસ પણ પૂરી પાડવામાં આવી હતી. આ તકે કોલેજના પ્રિન્સિપાલ એ મોરબી ડેપો મેનેજરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રવાસના સુચારું આયોજન માટે સમગ્ર કોમર્સ સ્ટાફ મેમ્બરે ભારે જહેમત ઉઠાવી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવ્યો હતો.

- text