મોરબી અપડેટના એન્કર રવિ બરાસરાએ જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી : મોરબી અપડેટના વીડિયો ન્યુઝના ન્યુઝ રીડર રવિ બરાસરાએ પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. ગત તા. 8 ફેબ્રુઆરીએ રવિ બરાસરાએ પોતાના જન્મદિવસે મિત્રો અને શુભેચ્છકોને પેંડા ખવડાવી મો મીઠા કરાવ્યા બાદ વિકાસ વિધાલયની બાળાઓને નાસ્તો પૌષ્ટિક આહાર આપીને જન્મદિવસ ઉજવ્યો હતો.

- text

રવિ બરાસરા મોરબી અપડેટના દરેક વીડિયો ન્યુઝમાં ખુબ જ ઉમદા રીતે ન્યુઝ રિડરની જવાબદારી નિભાવે છે. તેઓ પોતાની મૌલિક શૈલીમાં દરેક વિષયના ન્યુઝને વૈવિધ્યસભર રીતે લોકો સમક્ષ રજુ કરે છે. રવિ બરાસરા દરેક સામાજિક પ્રસંગો, દરેક તહેવારોની ઉજવણીનું હાર્દ, તહેવારોની ઉજવણીમાં બજારની કેવી અસર તથા કરંટ ટોપિક સહિતના મોટાભાગના વિષયો ઉપર લોકો સાથે જે તે સ્થળ ઉપર રિપોર્ટિંગ કરીને ખૂબ જ ઉમદા રીતે વીડિયો ન્યુઝ બનાવીને મોરબીવાસીઓ સમક્ષ મૂકે છે. મોરબી અપડેટના માધ્યમથી સર્વોત્તમ રીતે રજૂ કરતા વીડિયો ન્યૂઝથી તેઓ આટલી નાની વયે પણ મોરબીવાસીઓના દિલમાં અનેરું સ્થાન મેળવ્યું છે ત્યારે તેમના જન્મદિવસે તેમના પર હાર્દિક શુભકામનાઓનો ધોધ વરસ્યો હતો અને તેઓએ જન્મદિવસની શુભેચ્છા આપનાર દરેકનો ખરા દિલથી આભાર માન્યો છે.

- text