કુબરેનગર પાસે રોયલપાર્કમાં ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન

- text


પાલિકા તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોને જાતે જ કરવી પડતી ગટરની ગંદકીની સફાઈ

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબરેનગર પાસે રોયલપાર્કમાં છેલ્લા ઘણા સમયથી તંત્રના પાપે ભૂગર્ભ ગટરની ગંદકી ઉભરાઈ છે.જેથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.તેમ છતાં પણ પાલિકા તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોને જાતે જ ગટરની ગંદકીની સફાઈ કરવી પડે છે.

- text

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબરેનગર પાસે રોયલપાર્કમાં રહેતા લોકોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની ગંદકી ઉભરાઈ છે.ગટરની ગંદકી શેરીઓમાં ફરી વળતી હોવાથી અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ ગટર પ્રશ્ને વારંવાર રજુઆત કરવા છતાં આ વિસ્તાતમાં પાલિકાના સફાઈ કામદારો અહીં ગટરની સફાઈ કરવા આવતા ન જ નથી.બીજી બાજુ ગટર ઉભરાવવાથી આ વિસ્તારમાં રોગચાળો વકરે તેવી ભીતિ હોવાથી અહીંના લોકોને પોતાનું આરોગ્યનું રક્ષણ કરવા માટે અસહ્ય ગટરની ગંદકી સાફ કરવી પડે છે.જે કામ તંત્રને કરવાનું છે એ કામ લોકો કરી રહ્યા છે.ત્યારે પાલિકા તંત્ર આ ઘટના પછી બોધપાઠ લેશે ખરું ?

- text