મોરબીમાં દોઢ વર્ષ પૂર્વે સોનાની કંઠીની ચિલ ઝડપ કરનાર શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાની કંઠીની ચિલ ઝડપ કરીને છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વાઘપરાના નાકે હર્ષાબેન પ્રદીપભાઈ રહે.લખધીરવાસ રિક્ષામાં જઈ રહ્યા હતા તે વેળાએ એક સ્ત્રી અને પુરૂષે નજર ચૂકવીને રૂ. 74 હજારની કિંમતની સોનાની કંઠી ચોરી કરેલ હતી. આ ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી અજિત ઉર્ફે દિલીપ જેન્તીભાઈ સોલંકીને એલસીબીની ટીમે ટંકારાથી ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text