મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કાલે વૈભવનગર પાસે સફાઈ અભિયાન

- text


મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં જોડાવા માટે નગરજનોને આહવાન આપવામાં આવે છે. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિમાં 200થી વધુ સભ્યો જોડાયેલા છે.

- text

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવતીકાલે 29 ડિસેમ્બરના રોજ રવિવારે સવારે 6-30 કલાકે ગીતાંજલિ સ્કૂલ પાસે આવેલા વૈભવનગર પાસે (ધુતારી કાંઠે) સફાઈ અભિયાન આદરવામાં આવશે. આ ઉપરાંત, ઉપરોક્ત સ્થળે સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં અંતે ઉપસ્થિત લોકોને તાવા પ્રસાદનો લાભ મળશે. વધુ માહિતી માટે અથવા આ અભિયાનમાં જોડાવા માટે 97277 70271 તથા 99099 88785 પર સંપર્ક કરવાનો રહેશે.

- text