મોરબી યુવા જ્ઞાનોત્સવ 2020 અંતર્ગત ઓપન એઈઝ ગ્રુપ માટે વકતૃત્વ સ્પર્ધાનો રાઉન્ડ યોજાયો

- text


પી.જી.પટેલ કોલેજ ખાતે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિજેતા યુવા જ્ઞાનોત્સવમાં વક્તવ્ય આપશે : ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબી : મોરબીમાં આગામી 10 થી 12 જાન્યુઆરી 2020માં યુવા જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત ઓપન એઈઝ ગ્રુપની વકતૃત્વ સ્પર્ધા પી.જી.પટેલ કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં 35 જેટલા વક્તાઓએ ‘વિભક્ત કુટુંબ : એક સામાજિક સમસ્યા’ તથા ‘જ્ઞાનનો મહિમા અને અધ્યાત્મની અરુચિ એટલે અધોગતિ’ તેમજ ‘ગાંધી વિચાર દોહન’ વગેરે વિષયો પર વક્તવ્યો આપ્યા હતા. યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત ઓપન એઈઝ ગ્રુપ માટે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર વિધિ જાની, બીજો નંબર જાગૃતિ તન્ના અને ત્રીજો નંબર ધારા દવેએ પ્રાપ્ત કર્યો હતો. જેમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિજેતા યુવા જ્ઞાનોત્સવમાં પટેલ સમાજ વાડી, શનાળા ખાતે વક્તૃત્વ આપશે અને બાકીના બે અને ત્રણ નંબર પ્રાપ્ત કરનારને મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવશે. જ્યારે સાડા ત્રણ કલાક ચાલેલી આ વકૃતવ સ્પર્ધામાં પ્રો. અનિલભાઈ કંસારા, પ્રો. રચિતભાઈ કાલરીયા, પ્રિં. ઉષાબેન જાદવ અને કવિ જલરૂપ વગેરેએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. પી.જી. પટેલ કોલેજના પ્રિન્સીપાલ રવીન્દ્રભાઈ ભટ્ટ તેમજ પી. જી. પટેલ કોલેજના તમામ સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી વક્તૃત્વ સ્પર્ધાને માણી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

- text