ગોરખીજડીયાની અલખધણી ગૌશાળા દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન

- text


મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામમાં આવેલ અલખધણી ગૌશાળા દ્વારા ગૌમાતાના લાભાર્થે રામચરિત માનસ કથાનું આયોજન આગામી તા. 7 થી 15 જાન્યુઆરી, 2020 સુધી કરવામાં આવેલ છે. ભાવિકોને સંગીતમય શૈલીમાં રામકથાનું રસપાન રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના શિષ્ય બાળવિદુષી રતનબેન દ્વારા કરાવવામાં આવશે. જેમાં ભાવિકો શિવવિવાહ, રામજન્મ, રામ વિવાહ, ભરત મિલાપ, રામેશ્વર સ્થાપના કથા, રામ રાજ્યાભિષેક સહિતના પ્રસંગોનો લાભ મેળવશે. આ ઉપરાંત, સંતવાણીના કાર્યક્રમમાં 11 જાન્યુઆરીના રોજ રામદાસ ગોંડલીયા તથા 13 જાન્યુઆરીના રોજ કિરણદાસજી દ્વારા ભજનની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ તકે અલખધણી ગૌશાળા દ્વારા ભક્તજનોને કથાનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text