રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં મોરબીની નિર્મલ વિદ્યાલયના છાત્રએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

- text


મોરબી : રાજકોટ ખાતે યોજાયેલી બાળ પ્રતિભા શોધની વક્તૃત્વ સ્પર્ધામાં મધ્ય ઝોનનું પ્રતિનિધિત્વ કરતા મોરબીની નિર્મલ વિધાલયના વિધાર્થી વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિધ્ધિ બદલ તેમને મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, નિર્મલ વિધાલયના ટ્રસ્ટીશ્રીઓ, સ્ટાફ મિત્રો, મોરબી ટ્યુશન ક્લાસ એસોસીએશનના સર્વે મિત્રો, ભારત વિકાસ પરિષદના સભ્યો, બ્રહ્મસમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત, વિસ્મય પર સમગ્ર મોરબીમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્મય ઈન્ડિયન લીયો ક્લબના પ્રમુખ તરીકે પણ ઉમદા કામગીરી કરી રહ્યો છે. વિસ્મયના પિતા પણ અગાઉ યુવા ઉત્સવની રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા રહી ચૂક્યા છે. વિસ્મય પોતાના પિતાના વારસાને દિપાવી રહ્યો છે.

- text