આમરણ-ખારચિયા વચ્ચેનો પુલ ધરાશાયી, વાહન વ્યવહાર ખોરવાયો

- text


મોરબી : મોરબીથી જામનગર જવા માટેના હાઇવે પર પીપળીયા થઈને આમરણ-ખારચિયા વચ્ચે આવેલો પુલ બેસી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વહેલી સવારે પુલ બેસી ગયો ત્યારે ટ્રાફિક ન હોવાથી મોટી જાનહાની ટળી છે. મોરબીથી પીપળીયા ચાર રસ્તે થઈને જામનગર જવાના હાઇવે પર આમરણ અને ખારચિયા વચ્ચે આવેલો મુખ્ય માર્ગનો પુલ અચાનક ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. આજે વહેલી સવારે કોઈ પણ સમયે પુલ વચ્ચેથી બેસી ગયો હતો અને લગભગ બે ટુકડા જેવી સ્થિતિએ આવી જતા વાહન વ્યવહાર તદ્દન બંધ થઈ ગયો છે.

- text

માર્ગ અને મકાન વિભાગ મોરબીના આદ્રોજાનો સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે આ પુલ જામનગર આરએનબી હસ્તક આવતો હોવાથી તેની રીપેરીંગ કે નવો બનાવવાની જવાબદારી જામનગર જિલ્લાની આવતી હોય અમોએ જામનગર જાણ કરી છે. આ વિસ્તાર મોરબી જિલ્લામાં આવે છે પરંતુ માર્ગ અને મકાન વિભાગની હદ હજનાળી સુધી જ હોય ટેક્નિકલ રીતે મોરબી માર્ગ-મકાન વિભાગ આ માટે કોઈ કાર્યવાહી કરી શકતો નથી. આમ હદને લઈને હાલ તો પુલની કામગીરી જામનગર જિલ્લાએ કરવાની હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે મુખ્ય માર્ગ બંધ થઈ જતા સ્થાનિકો તેમજ મોરબીથી વાયા પીપળીયા ચાર રસ્તે થઈ જામનગર અને જામનગરથી પીપળીયા તરફ આવતા વાહન ચાલકોને કેટલો સમય મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

- text