ભાવનગરમાં અપહરણના ગુનાનો આરોપી મોરબીમાંથી પકડાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ભાવનગરમાં અપહરણના ગુનાનો આરોપી મોરબીમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.

- text

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ પૅટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શેખાભાઈ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી રવાપર-ઘનુડા રોડ પરથી પસાર થવાનો હોવાથી તે જગ્યાએ વોચ ગોઠવવામાં આવી હતી. આરોપી ત્યાંથી પસાર થતા તેને રોકી પોલીસે તેના વિષે પૂછતાં તેણે નામ-સરનામું અક્ષયભાઈ ઉર્ફે અકી S/O અશોકભાઈ અમૃતલાલ પઢીયાર / સરાણિયા (ઉ.વ. 20, રહે. ગંગા એપાર્ટમેન્ટ, રવાપર રેસી., ઘુનડા રોડ, મોરબી, મૂળ ગામ ઉના-વિદ્યાનગર રોડ, રામનગર, ખારા વિસ્તાર, તા. ઉના, જી. ગીર સોમનાથ) જણાવ્યું હતું. બાદમાં પોલીસ દ્વારા આરોપીની ઊંડાણુંર્વક પૂછપરછ કરવામાં આવતા આરોપી ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યું હતું. તેથી, પોલીસે આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહીમાં પો. ઇન્સ. આર. જે. ચૌધરી, પી.એસ.આઈ. બી. ડી. પરમાર, એ.એસ.આઈ. મણિલાલ ગામેતી સહિતના મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ જોડાયેલ હતા.

- text