મધ્યપ્રદેશમાંથી યુવતીને ભગાડી જનાર વાંકાનેરમાંથી પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના જાવર પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી તથા ભોગ બનનાર બંનેને ગુજરાત રાજ્યના વાંકાનેર તાલુકાના ઢુંવા ખાતેથી શોધી કાઢવામાં આવ્યા હતા.

- text

ગઈકાલે તા. 9 ડિસેમ્બરના રોજ મધ્યપ્રદેશ રાજ્યના જાવર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ ભોગ બનનાર જયાબેન અજયભાઇ બગડિયા (રહે. આમલાતાજ થાના, હાટ પીપલીયા, જી. દેવાસ)ને આરોપી રાહુલ કાંતિભાઈ બારૈયા (ઉ. વ. 20, રહે. સનરાઈઝ સીરામીક, ઢુંવા, તા. વાંકાનેર, મૂળ ગામ કણજાવ, તા. લુણાવાડા, જી. મહીસાગર) લલચાવી-ફોસલાવી ભગાડીને તેણી સાથે વાંકાનેર તાલુકાના ઢુંવા ખાતે આવેલ સનરાઈઝ (શ્લોક) સીરામીક કારખાનામાં રહેતો હોવાનું જાણવા મળતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ તે સ્થળે પહોંચીને તાપસ કરતા આરોપી તથા ભોગ બનનાર બંને મળી આવતા તેઓ બંને મધ્યપ્રદેશ રાજ્યના જાવર પોલીસ સ્ટેશનના સ્ટાફને તાપસ માટે સોંપવામાં આવેલ છે.

- text