મોરબી : લીલાપર રોડ ઉપર જર્જરિત નાલું અને રસ્તો રીપેર કરવા કાઉન્સિલરની માંગ

- text


કાઉન્સિલર ભરતભાઇ જારીયાની ચીફ ઓફિસરને રજુઆત

મોરબી : મોરબી પાલિકાના કાઉન્સિલર ભરતભાઇ જારીયાએ ચીફ ઓફિસરને રજુઆત કરીને ભારે વરસાદના કારણે લીલાપર રોડ ઉપર જર્જરિત થયેલું નાલું તેમજ રોડનું રીપેરીંગ કામ કરાવવાની માંગણી કરી છે.

- text

રજુઆતમાં જણાવાયું છે કે લીલાપર રોડ ઉપર જય ભારત ટાઇલ્સ પાસે પાણીના નિકાલ માટે જે નાલું છે તે વરસાદના કારણે જર્જરિત હાલતમાં છે. અહીં વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ ટોળાતું હોય આ નાલાને રીપેર કરવુ જરૂરી બને છે.તેઓએ વધુમાં જણાવ્યું કે આ જ વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન નાખવા રસ્તો ખોદેલો હતો. અને છેલ્લા ઘણા સમયથી મુખ્ય રસ્તો તૂટી ગયેલ છે. આ અંગે તપાસ કરતા જાણવા મળેલ કે પાણી પુરવઠા બોર્ડે રસ્તો તોડેલ હોવાથી તેમને જિલ્લા પંચાયતમાં રસ્તાના રીપેરીંગની રકમ જમા કરાવેલ છે. જિલ્લા પંચાયત ધ્વારા આ રસ્તો નવો બનાવવામાં આવશે તેમ જણાવેલ હતું. હાલ આ રસ્તા ઉપર અવાર નવાર અકસ્માત સર્જાય રહ્યા છે.તો આ બન્ને કામ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તેવી માંગ છે.

- text