હળવદ : ત્રણ દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતોએ ના.મામલતદારને આવેદન પાઠવી ધરણા સમેટ્યા

- text


હળવદ: હળવદ તાલુકાના માનગઢ ગામે જમીન વિવાદ મામલે છેલ્લા ત્રણ દિવસથી ગામના ખેડૂતો હળવદ મામલતદાર કચેરી ખાતે ધરણાં પર ઉતર્યા હતા પરંતુ ખેડૂતોની રજૂઆત તંત્રએ ન સાંભળતા આખરે આજે ખેડૂત દ્વારા નાયબ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ધરણા સમેટ્યા હતા મીડિયાની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હવે ન્યાય મેળવવા ગાંધીનગર કુચ કરીશું

હળવદ તાલુકાના માનગઢ ગામે રાજ્યના પૂર્વ મંત્રી જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સહિતનાઓ પર ખોટી રીતે જમીનના દસ્તાવેજ કરી લીધાના આક્ષેપ સાથે ન્યાય મેળવવા ખેડૂતો મામલતદાર કચેરી ખાતે છેલ્લા ત્રણ દિવસથી ધરણા પર ઉતર્યા હતા પરંતું ત્રણ દિવસમાં એક પણ વાર તંત્ર ખેડૂતોને સમજાવા કે માંગ સંતોષવા આવ્યું ન હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે

- text

ત્યારે આજે ખેડૂતો દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી ધરણા સમેટી લઈ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ ન્યાય ન મળતા આવે ગાંધીનગર કુચ કરીશું અને ન્યાય મેળવીને જંપીશું.

- text