નવનિયુક્ત LRD જવાનોને 7મીએ એસપી કચેરીએ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાની સૂચના

- text


મોરબી : ગુજરાત સરકાર દ્વારા થોડા દિવસો પહેલા વર્ષોથી પેન્ડિંગ રહેલા LRDના ઉમેદવારોના રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં તમામ ઉમેદવારોને મેરીટ લિસ્ટમાં સમાવી અને રાજ્યમાં જુદી જુદી જગ્યાએ LRD તરીકે નિમણુંક આપી દેવામાં આવી છે.

- text

આજે મોરબી એસપી ડો. કરનરાજ વાઘેલાએ મોરબી જિલ્લામાં નવ નિયુક્ત થેયલ તમામ LRD ઉમેદવારોને રફાળેશ્વર ખાતે આવેલ નવા પોલીસ હેડ ક્વાર્ટરમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે. જેમાં મોરબી એસપીની શીટ શાખા દ્વારા તા.07 /12/2019 ના રોજ સવારે 10 વાગ્યે સો ઓરડી ખાતે આવેલ નવી એસપી કચેરી ખાતે હાજર રહેવા સૂચના અપાઈ છે. તમામ ઉમેદવારોએ પોતાના લીવીંગ સર્ટી,ચૂંટણી કાર્ડ,બેન્ક પાસબુક,CCC સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન દાખલો,માર્ક શીટ,જાતિનો દાખલો, લાયસન્સ, પાસપોર્ટ સાઈઝ ૦૫ ફોટા,અને તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ તેમજ બધાની ઝેરોક્ષ નકલ બે સેટ સાથે તૈયાર કરી હાજર રહેવા સૂચના અપાઈ છે.

- text