રાજય સરકારની મહત્વની જાહેરાત : શહેરી વિસ્તારોમાં હવે હેલ્મેટની હાડમારીમાંથી મુક્તિ

- text


મોરબી : શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત બનાવ્યા બાદ તેના નિયમભંગ બદલ 500 રૂપિયાનો તોતિંગ દંડ વસુલવાનો શરૂ કરતાં ગુજરાતભરમાંથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. લોકરોષ જોઈને સરકારે હવે હેલ્મેટને શહેરી વિસ્તારોમાં મરજિયાત કરવાનું જાહેર કરતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ છે.

નવા ટ્રાફિક કાયદા અનુસંધાને મોટાભાગના ટ્રાફિક નિયમન ભંગ બદલ મોટો દંડ વસુલવાની રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર તરફથી સૂચના મળતા દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતના નાના-મોટા શહેરોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. વિપક્ષને હેલ્મેટનું હથિયાર વિરોધ કરવા માટે હાથવગું બન્યું હતું. આ બાબતે લોકરોષને પારખીને આજે મળેલી કેબિનેટની બેઠકમાં તાત્કાલિક અસરથી લાગુ થાય એ રીતે શહેરી વિસ્તારો (નગર પાલિકા અને મહાનગરપાલિકા) માંથી હેલ્મેટ પહેરવાનું “મરજિયાત” બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયને લોકોએ આવકાર આપ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે પાછલા દોઢ-બે મહિના દરમ્યાન ટ્રાફિક નિયમના ભંગ બદલ સરકારે કરોડો રૂપિયા વસુલ્યા હતા જેમાં મોટાભાગની રકમ હેલ્મેટ ન પહેરવાના દંડ સ્વરૂપે જ વસૂલવામાં આવી હતી. આથી હવે જ્યારે સરકારે હેલ્મેટને શહેરી વિસ્તારોમાંથી મરજિયાત કરતા દ્વિચક્રીય વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લઈ સરકારના નિર્ણયને આવકર્યો છે.

- text