પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના અંતર્ગત મોરબી પાલિકામાં કાલે કેમ્પ

- text


મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા આવતીકાલે પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના અંતર્ગત મોરબી પાલિકામાં કાલે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ મોરબી શહેર વિસ્તારના લઘુ-વ્યાપારીઓ કે જેમની ઉમર ૧૮ વર્ષ થી ઉપર અને ૪૦ વર્ષ સુધીની હોય તેમજ સરકારની અન્ય પેન્શન યોજનાનો લાભ લેતા ન હોય, વાર્ષિક ૧.૫ કરોડથી વધુ ટર્ન ઓવર ન હોય, બચત ખાતુ ધરાવતા હોય, આધારકાર્ડ ધરાવતા હોય તેવા વ્યાપારીઓને આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા(ઉપર જણાવ્યા મુજબના) લઇ આવતી કાલ તા.-૦૫/૧૨/૨૦૧૯ સવારે ૧૦:૩૦થી પેન્શન સ્કીમ સાથે જોડવા નગરપાલિકા ખાતે કાઉન્સીલીંગ હોલમાં યોજાનાર કેમ્પમાં હાજર રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી માટે CSC પ્રતિનીધીશ્રી ભાનુશાળીભાઈ તથા આનંદભાઈ દવેનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text