ઉમા વિદ્યા સંકુલમાં ડેન્ગ્યુ સામે રક્ષણ માટે ફોગિંગ કરાયું

- text


મોરબી : હાલ મચ્છરથી થતા રોગો અને બીમારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો આ રોગના ભરડામાં ન આવે અને બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી “અર્બન હેલ્થ સેન્ટર” – સો ઓરડીના SI વાઘેલા સાહેબ અજયભાઈ મકવાણા, રાજુભાઇ અને નગરપાલિકાની ટીમ દ્વારા ઉમા વિદ્યા સંકુલ શાળાના તમામ રૂમ, ટોયલેટ, ઓફીસ, સ્ટાફરૂમ વગેરે જગ્યા પર ધુમાડો કરી મચ્છરના સંભવિત ઉદ્ભવ કેન્ડ્રોનો નાશ કર્યો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને સંચાલક હિતેષભાઈ સોરીયાએ આરોગ્ય વિભાગ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text


- text