મોરબી : એસિડ પી જતાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

- text


મોરબી : મોરબીના સામાકાંઠે રહેતા વૃદ્ધે કોઈ કારણોસર એસિડ પી લેતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ વર્ધમાન નગર બ્લોકા નં,૯૦ માં રહેતા પ્રવીણભાઇ લખમણભાઇ અનડકર ઉવ,૭૦ વાળા પોતાના ઘરે તા.૨૧ ના રોજ કોઇ કારણોસર સાંજના ચારેક વાગ્યે એસીડ પી જતા સારવાર અર્થે સદભાવના હોસ્પીટલ મોરબીમા દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસે નોંધ કરી પોલીસ હેડ કોન્સે. આઇ.ટી જામએ આગળની તપાસ હાથ ધરી છે.

- text