મોરબીવાસીઓને ઠેરઠેર ઉભરાતી ગટરની સમસ્યાથી ક્યારે છૂટકારો મળશે ?

- text


ગટરની ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ થતા લોકોનું આરોગ્ય જોખમાયું

મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી નિભર તંત્રના પાપે ગટર ઉભરવાનો સળગતો પ્રશ્ન છે.તંત્ર એટલી હદે નિભરતા દાખવી રહ્યું હોય શહેરીજનોને આ ગટરની ત્રાસદાયી પીડામાંથી કયારે મુક્તિ મળશે એ કહેવું મુશ્કેલ છે.બીજી તરફ ગટરની ભયંકર ગંદકીની સમસ્યા લોકોની કઠણાઈ એટલી ગંભીર છે કે રજુઆત કરવા છતાં પણ તંત્ર તાબોટા પાડે છે.હાલ ઠેરઠેર ગટર ઉભરવાની સમસ્યાથી જનજીવન ભારે અકળાઈ ઉઠ્યું છે.

- text

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરવાની સમસ્યા એટલી હદે ગંભીર બની છે કે,છાસવારે કોઈને કોઈ વિસ્તારમાંથી ગટર ઉભરાવવાની સમસ્યાની ફરિયાદ ઉઠે છે.શહેરનો પછાત વિસ્તાર હોય કે પોશ વિસ્તાર , દરેક વિસ્તાર ગટરની ત્રાસદાયી પીડાની લપેટમાં આવી ગયો છે.તંત્રએ નિભરતાની હદ વટોળી દેતા ગટર ઉભરવાની સમસ્યાઓ યથાવત રહી છે.હાલ મોરબીના માધાપર, મહેન્દ્રપરા, લાતીપ્લોટ,શનાળા રોડ પરના સરદાર બાંગ પાસે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે આમ તો ઘણા વિસ્તારમાં અવાર નવાર ગટરની ગંદકી ઓવરફ્લો થયા કરે છે વારંવાર ગટરો ઉભરાતા બારેમાસ વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.ગટરની ગંદકીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ રહે છે.જેથી લોકોનું આરોગ્ય જોખમમાં મૂક્યું છે.જોકે વરસાદી વાતાવરણ અને ગટરની ગંદકીને કારણે આસો મહિનાથી રોગચાળો વકર્યો હતો અને ધરેઘરે સામન્ય બીમારીઓ ફેલાય ગઈ હતી ત્યારે ગટરની સમસ્યા હજુ સુધી હલ ન થતા રોગચાળા ઉપર કાબુ આવ્યો નથી.તેથી વહેલીતકે તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

- text