ટંકારા : હરબટીયાળી ગામે તમામ વડીલોની આદરભેર ભાવવંદના કરાઈ

- text


ગામના તમામ વડીલોને પાઘડી પહેરાવી તેમના હસ્તે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરાઈ

ટંકારા : આજના ડીઝીટલ યુગમાં માણસ ભલે ટેકનોલોજીના યુઝમાં પાવરફુલ બની જતો હોય પણ માનવીય સંબંધોના મૂળ મૂલ્યો અને આર્દશ ક્યાયને ક્યાંક ભૂલી રહ્યો છે. ત્યારે ટંકારા તાલુકાના હરબટીયારી ગામે મૂળ માનવીય સંબંધોનું સોહાર્દ જાળવી રાખવાની સુદંર પહેલ કરવામાં આવી હતી. જેમાં ગામના તમામ વડીલોની જાહેરમાં આદરભેર ભાવવંદના કરવામાં આવી હતી.જેમાં ગામના તમામ વડીલોને શાનથી પાઘડી પહેરાવી તેમના હસ્તે કેક કટીંગ કરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text

ટંકારાના હરબટીયાળી ગામે પાદરમાં તાજેતરમાં મહાકાલ અને કુમકુમ ગ્રુપ દ્વારા ગામના તમામ વડીલોનું આદર કરવા માટે વડીલ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 70 કે એથી વધુ ઉંમરના ગામના તમામ વડીલોને એકઠા કરી પાઘડી પહેરવામાં આવી હતી અને જાહેરમાં આખા ગામ વચ્ચે આ વડીલોના હસ્તે કેક કટીંગ કરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો. માણસની જિંદગી આજે ટેકનોલોજીના યુગમાં હાઈફાઈ થવાથી સંસ્કારોનું સિંચન કરતા અને પરિવારના ઘેઘુર વડલા સમાન વડીલોની ક્યાંકને ક્યાંક ઉપેક્ષા થઈ રહી છે.ત્યારે ટંકારાના હરબટીયારી ગામમાં સમસ્ત ગ્રામજનોની હાજરીમાં વડીલોને આ રીતે સમાજમાં મોભાદાર સ્થાન આપીને દરેક લોકોને વડીલોનું માન જાળવવાની શીખ આપવામાં આવી હતી.

- text