મોરબી : ત્રણ અલગ અલગ રેડમાં 38 બોટલ દારૂ-બિયર સાથે 5 ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેર અને તાલુકાની હદમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે જુદીજુદી ત્રણ રેડમાં ૩૮ બોટલ દારૂ-બીયર સાથે પાંચ શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ વિદેશી દારૂ ઝડપાયેલા શખ્સો કયાંથી લઇ આવ્યા હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સિલ્વર પાસેથી મોરબી એ ડિવિઝન પોલીસના સ્ટાફે કુલ મળીને ૨૪ બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. જેમાં શહેરના શોભેશ્વર રોડ ઉપર આવેલ મધુસ્મૃતિ સોસાયટીમાં રહેતા દીપકભાઇ ઉર્ફે રવિ નરેન્દ્રભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ૨૯ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા ઉંમર વર્ષ ૨૨નો સમાવેશ થાય છે. આ બંને પાસેથી કુલ મળીને ૭૨૦૦ની કિંમતનો દારૂ કબજે કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છ.

- text

આ ઉપરાંત લાલપર ગામ પાસેથી પસાર થતાં સર્વિસ રોડ ઉપરથી અમિતકુમાર ચતુરભાઈ ઝાલરીયા જાતે પટેલ ઉંમર વર્ષ ૩૫ રહે. નવી પીપળીવાળાની ચાર બોટલ દારૂ સાથે તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં બે શખ્સોની એલસીબીના સ્ટાફ દ્વારા તલાશી લેવામાં આવતા તેની પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલા અને બીયરના સાત ટીન મળી આવતા પોલીસે રૂપિયા ૩૮૫૦ના મુદામાલ સાથે હિતેશ ઉર્ફે લાલુ દિનેશ પેથાણી રાવળદેવ (ઉ ૨૭) રહે, સતનામ એપાર્ટમેન્ટ, લાયન્સનગર નવલખી રોડ તેમજ પ્રિન્સ અમુભાઈ મજેઠીયા (ઉ ૨૫) રહે, લીલાપર રોડ પ્રજાપત સોસાયટીની ધરપકડ કરી છે અને આ દારૂ તેઓ કયાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

- text