વરસાદની સાથે ભારે પવનને કારણે ઘનશ્યામપુર ગામે પાંચ વિજપોલ પડી ગયા

- text


તોતિંગ વૃક્ષ ધરાશાયી:ગૌવંશ પર વીજપોલ પડ્યો

હળવદ: હળવદમાં આજે મોડી સાંજના ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો જેને કારણે અને ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષો પડી ગયા હોવાનું સામે આવ્યું છે જેમાં તાલુકાના ઘનશ્યામપુર ગામે પાંચ જેટલા વીજપોલ ધરાસાઈ થઈ ગયા હતા તેમજ એક વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયુ હોવાનું જાણવા મળ્યું છે સાથે જ એક વિજપોલ ગૌવંશ પર પડતા ગૌવંશ ગંભીર રીતે ઘાયલ થતા બજરંગદળના કાર્યકરો દ્વારા તેને સારવાર માટે હળવદ શ્રીરામ ગૌશાળા ખાતે લઈ જવામાં આવી હતી હળવદમાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદની સાથે કરા પણ પડયા હતા જેમાં હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામ વચ્ચે આવેલ કુમાર શાળા પાસેથી પસાર થતી વીજ લાઈન ના પાંચ જેટલા વીજપોલ ધરાશાયી થઇ ગયા હતા સાથે જ એક મોટું તોતિંગ વૃક્ષ પણ ભારે પવનને કારણે પડી ગયું હોવાનું સામે આવ્યું છે તેમજ એક વીજ પોલ ગૌવંશ પર પડતા તેને સારવાર માટે હળવદ ખાતે આવેલ શ્રીરામ ગૌશાળા ખાતે ખસેડવામાં આવી હતી

- text

તો બીજી તરફ વીજ પોલ ધરાશાયી થવાના પગલે ઘનશ્યામપુર ગામ માં હાલ વીજ પુરવઠો ખોરવાયો છે જેને કારણે ગામમાં અંધારપટ છવાયો છે


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text