મોરબી : ટાઇલ્સ ટ્રેડિંગ કંપનીનો વર્કિંગ ડિરેકટર રૂ. 82 લાખ ઓળવી ગયાની ફરિયાદ

- text


પત્ની સાથે મળીને ડિરેક્ટરે કોચીનમાં અન્ય કંપની શરૂ કરી અને મુખ્ય કંપનીને નુકશાન પહોંચાડી રહ્યા હોવાની રાવ સાથે સ્લીપિંગ ડિરેક્ટરની પોલીસમાં અરજી

મોરબી : મોરબીની એક સીરામીક ટાઇલ્સ ટ્રેડિંગમા વર્કિંગ ડિરેકટર તેમના પત્ની અને પિતા સાથે મળીને રૂ. 82 લાખની રકમ ઓળવી ગયા હોવાની સ્લીપિંગ ડિરેકટર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે વર્કિંગ ડિરેક્ટરે તેમની પત્ની સાથે કોચીનમાં અન્ય એક કંપની ઉભી કરી તેને ફાયદો કરાવવા માટે મુખ્ય કંપનીને નુકશાન પહોંચાડી રહ્યા છે. આ અંગે તેઓએ વકીલ મારફત જાહેર નોટિસ પણ આપવામાં આવી છે.

મોરબીની રઘુવીર સોસાયટીમાં રહેતા ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુંદરાએ બી ડિવિઝન પોલીસ મથકે રોહિત ચતુરભાઈ કાવર ઉ.વ. 35 રહે હાલ કોચીન, ચતુરભાઈ રણછોડભાઈ કાવર ઉ.વ.60 રહે.મોરબી અને માયાબેન રોહિતભાઈ કાવર ઉ.વ.33 રહે. હાલ કોચીનવાળા વિરુદ્ધ છેતરપિંડી સહિતની લેખિત ફરિયાદ અરજી આપી છે. અને પોતાના વકીલ મારફતે પણ એક જાહેર નોટિસ આપી સમગ્ર ઘટના અંગે ફરિયાદી ઉપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે તેઓની લાલપર પાસે નેશનલ હાઇવે 8એ પાસે આવેલી કે-માર્ક-બિઝ નામની કંપનીમાં તેઓ સ્લીપિંગ ડિરેક્ટર અને રોહિતભાઈ વર્કિંગ ડિરેકટર છે.

ફરિયાદમાં ઉપેન્દ્રભાઈએ જણાવ્યુ હતું તેઓ અને તેમના પિતા કંપનીનો 20-20 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીને તેઓએ પોતાના રૂ. 1.40 કરોડ ઉછીના આપ્યા હતા. જેમાંથી રૂ. 58 લાખ પરત મળી ગયા હતા. હવે કંપની પાસેથી તેઓના રૂ. 82 લાખ પુરા લેવાના નીકળે છે.

આ અંગે તેઓએ અગાઉ અનેક વખત હિસાબ માંગ્યા છતાં કોઈએ તેમને હિસાબ આપ્યા ન હતા. રોહિતભાઈ અને માયાબેને કોચીન ખાતે એમ.કે. બ્રાન્ડ ઉભી કરી છે. આ કંપનીને તેઓ ફાયદો કરાવીને મુખ્ય કંપનીને નુકશાન પહોંચાડી રહ્યા છે. રોહિતભાઈ મુખ્ય કંપનીના પૈસા અંગત ઉપયોગ માટે ખર્ચ કરે છે. અને કંપનીને થયેલી લાખો રૂપિયાની ઉઘરાણી ઓળવી ગયેલ છે. ગ્રાહકોને તેઓ એવું કહે છે કે હું કંપનીમાંથી નીકળી ગયો છું. હવે મેં એક.કે. બ્રાન્ડ શરૂ કરી છે.

- text

આ બનાવ અંગે ફરિયાદી ઉપેન્દ્રભાઈના વકીલ મહમદઅલી યાકુબ ચાનિયા મારફત જાહેર નોટિસ આપી છે કે, કે- માર્ક બિઝ સોલ પ્રા.લી.એ નામે ચાલતી કંપનીના ઉપેન્દ્રભાઈ ડિરેક્ટર છે. અન્ય ડિરેક્ટરો સાથે રોહિત ચતુરભાઈ કાવર રહે. આલાપ રોડ, પટેલનગર, મોરબીવાળા પણ ડિરેક્ટર છે. અને કંપનીનો તમામ વહીવટ તેઓ સંભાળે છે. રોહિત તેમના પત્ની માયાબેન અંદરોઅંદર મળી જઈને રોહિતભાઈના પિતા ચતુરભાઈ રણછોડભાઈની મદદ લઈને ઉપેન્દ્રભાઈની જાણ બહાર અને સંમતિ વગર વ્યવહારો કરી લાખોની છેતરપીંડી કરી છે. રોહિત અસીલ ઉપેન્દ્રભાઈના રૂ. 82 લાખ ઓળવી ગયેલ છે. અને લાખો રૂપિયાનો માલ બારોબાર વેચીને કંપની સામે હરીફાઈ કરી બીજી કંપની બનાવીને કે- માર્ક બિઝ સોલ પ્રા.લી નામે ચાલતી કંપનીને નુકશાન પહોંચાડ્યું છે. અસીલ ઉપેન્દ્રભાઈએ તા.22/10/2019ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બાબતે ઇ.પી.કોડ કલમ 420, 406 રોહિત ચતુરભાઈ તથા માયાબેન રોહિતભાઈ તથા ચતુરભાઈ રણછોડભાઈ સામે ફરિયાદ દાખલ કરવા અરજી આપેલ છે. જેની તપાસ ચાલુ છે. રોહિત ચતુરભાઈએ સ્ટાફને પગાર દેવાના બહાને અસીલની સહી વાળા ચેકોનો દૂરઉપયોગ કરી લેણદાર કારખાનેદારબે અસીલની પરવાનગી વગર તેમની જાણ બહાર ચેકો આપી દીધેલ છે.ઉપરોક્ત કારણસર જાહેર જનતાને તેમજ લાગતા વળગતા આસમીઓને આથી જાહેર કરી જણાવવામાં આવે છે કે રોહિત ચતુરભાઈ કાવર તથા તેમના પત્ની માયાબેન રોહિતભાઈ તથા તેમના પિતા ચતુરભાઈ રણછોડભાઈ કાવર સાથે અસીલ ઉપેન્દ્રભાઈ વતી કે કંપનીના નામે કોઈ વ્યવહારો કરવા નહીં. કે લેતીદેતી કરવી નહિ. તેમ છતાં જો કોઈ વ્યવહાર કરશે તો તેમાં અસીલ ઉપેન્દ્રભાઈ કે કંપનીની જવાબદારી થશે નહીં. જેની નોંધ લેવી તેમજ કોઈએ વ્યવહાર કરેલ હોય તો અસીલ ઉપેન્દ્રભાઈને કંપનીના સરનામે દિવસ 15માં મુલાકાત કરી જાણ કરવા જણાવવામાં આવે છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text