મોરબીમાં વ્હોરા સમાજના સિનિયર સિટીઝનોની પીકનીક યોજાઈ

- text


મોરબી : મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા સમાજના 70 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો દ્વારા કેસર ફાર્મ હાઉસ ખાતે પિકનિકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જુદી-જુદી રમતો, ગીત-સંગીત તથા ભોજનનો વડીલોએ લાભ લીધો હતો. જેમાં ભાઈ સાહેબ કેઝારભાઈ આમીલ તથા સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલા તથા ઝુઝુરભાઈ અમીન અને કમિટી તથા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ જહેમત ઉઠાવી હતી.

- text