હડમતીયા નજીક આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં કરુણ મોત

- text


યુવાનના ટૂંક સમયમાં જ લગ્ન થવાના હતા : અકસ્માતમાં યુવાનના મોતથી તેના પરિવારમાં ભારે અરેરાટી

ટંકારા : ટંકારાના હડમતીયા ગામના આશાસ્પદ યુવાનનું ગઈકાલે સાંજના સમયે અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું.જોકે તેની સાથે બાઇકમાં રહેલા અન્ય યુવાનનો બચાવ થયો હતો.આ બનાવની કરુણતા એટલી છે કે ,આ યુવાનની સગાઈ થઈ ગઈ હતી અને ટુક સમયમાં લગ્ન થવાના હતા.પરંતુ તે પહેલાં તેનું અકસ્માતમાં મોત થતા તેના પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો ટંકારા તાલુકાના હડમતિયા ગામે રહેતો ખાખરીયા કિશન રમેશભાઈ (ઉ.વ.22) ગઈકાલે સાજન સમયે અન્ય યુવાન સાથે કારખાનેંથી કામ કરીને પોતાના બાઈક પર હડમતીયા ઘરે આવી રહ્યો હતો અને આ યુવાન બાઇક પર લજાઈ- હડમતીયા રોડની ગોળાઈ પર પહોંચતા પથ્થર સાથે તેનું બાઇક અથડાયું હતું. આ અકસ્માતમાં કિશન ખાખરીયાને ગંભીર ઇજા થવાથી તેને બેભાન અવસ્થામાં જ તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આશાસ્પદ યુવાનના અકસ્માતમાં કરુણ મોતથી તેના પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.અને હડમતીયા ગામમાં ઘેરો શોક વ્યાપી હતો.જોકે આ અકસ્માતમાં મૃતક યુવાનની સાથે રહેલો અન્ય યુવાનનો બચાવ થયો હતો. ફેકટરીમાં મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ બનતો હતો. જોકે આ બનાવની વધુ કરુણતા એ છે કે, તેની સગાઈ થઈ ગઈ હતી અને ટુક સમયમાં જ તેના લગ્ન થવાના હતા પણ કુદરતને કદાચ આ મંજુર ન હોય તેમ અકસ્માતમાં તેનું મોત થતા તેના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. આ યુવાન જીઆરડીમાં પણ ફરજ બજાવતો હતો.

- text