મોરબીમાં સીએમનો વિરોધ કરવા મામલે કોંગ્રેસના આગેવાનોની અટકાયત

- text


કોંગી અગ્રણી રમેશભાઈ રબારીને નજરકેદ રખાયા હતા

મોરબી : મોરબીમાં આજે સીએમ રૂપાણી આવ્યા હતા ત્યારે નટરાજ ફાટક પાસે સીએમનો વિરોધ કરવા મામલે કોંગ્રેસ તથા એનએસયુઆઈના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.તેમજ મોરબીના કોંગી અગ્રણી રમેશભાઈ રબારીને નજરકેદ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

મોરબીમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નવી એસપી કચેરીનું લોકાર્પણ અને મહિલા દૂધ ઉત્પાદક મંડળીનું કાર્યાલય તથા ચીલીગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા ત્યારે મોરબીના નટરાજ ફાટક પાસે સીએમના આગમન પહેલા એનએસયુઆઇના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.આથી પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રીનો વિરોધ કરનાર મોરબી જિલ્લા NSUI પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા ,શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી, પિયુષ પટેલ, કુલદીપસિંહ જાડેજા, હસુભાઈ મકાસાણાં, શક્તિપલસિંહ ચુડાસમા , હસુભાઈ મૂછડિયા , રોનક પારેખ , રમેશભાઈ વડસોલા, હસુભાઈ કાસુંદ્રા સહિતના આગેવાનોની નટરાજ ફાટક પાસે અટકાયત કરી હતી. તેમજ કોંગી અગ્રણી રમેશભાઈ રબારીને નજરકેદ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

- text

 

- text