મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા મહેસાણા જશે

- text


મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું 7મું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં આવતીકાલ તા. 8થી 10 નવેમ્બર સુધી આયોજિત થવા જઈ રહ્યું છે. આ અધિવેશન મહેસાણા જિલ્લાના ખેરવા મુકામે ગણપત યુનિવર્સિટીમાં આયોજિત થવાનું છે. જેમાં ભારતભરના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લાના હોદ્દેદારો અપેક્ષિત હોઈ, આ અધિવેશનમાં ભારતભરમાંથી અંદાજે 2000થી પણ વધુ શિક્ષકો જોડવાના છે.

- text

આ અધિવેશનમાં મોરબી જિલ્લાના હોદ્દેદારોમાં અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા, ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવડીયા અને હરદેવભાઈ કાનગડ તેમજ સંગઠન મંત્રી પ્રાણજીવનભાઈ વિડજા અને આંતરિક ઓડિટર ઘનશ્યામભાઈ વસાણીયા પણ જોડવાના છે અને મોરબી જિલ્લાનું પ્રતિનિધત્વ કરવાના છે.

- text