મોરબીના વાઘપર પીલુડી ગામે 10મીએ મામાશ્રીનો પ્રાગટ્ય મહોત્સવ

- text


મોરબી : મોરબીના પીલુડી ગામમાં ગુર્જર સુથાર સમસ્ત સુરેલીયા પરિવાર દ્વારા આગામી તા. 10 નવેમ્બરના રોજ મામાશ્રીનો 513મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. મામાશ્રીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પૂજા અને પ્રસાદનો કાર્યક્રમ યોજાશે. આ તકે સુરેલીયા પરિવાર દ્વારા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text