મહા વાવાઝોડું : ટીકર રણ કાંઠામાંથી ૪૦ પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર

- text


તાલુકા વિકાસ અધિકારી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને સામાજિક કાર્યકરો દ્વારા મહા વાવાઝોડાની અગાહીના પગલે સાવચેતીના પગલાં લેવાયા

હળવદ : રાજ્યમાં ‘મહા’ વાવાઝોડાની આગાહી પગલે તંત્ર એલર્ટ મોડ પર છે અને હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં માછીમારી કરવા આવેલા ૪૦ જેટલા પરિવારોને હાલ તંત્ર અને સામાજિક કાર્યકરો દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

- text

રાજ્યમાં ફરી એકવાર ‘મહા’ વાવાઝોડા નામનો ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે આ વાવાઝોડાની ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ અસર જોવા મોળનાર હોવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા અત્યારથી જ અગમચેતીના ભાગરૂપે જરૂરી કામગીરી આરંભી દેવાઇ છે.ત્યારે આજે હળવદ તાલુકાના ટીકર રણ કાંઠે માછીમારી કરવા આવેલાં ૪૦ જેટલા પરિવારોને વાવાઝોડાના ખતરાને ધ્યાને લઇ હાલ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, ટિકર ગામ ના સામાજિક કાર્યકર વિજયભાઈ પટેલ સહિતનાઓ દ્વારા વાવાઝોડાની સંભાવનાને પગલે કામગીરીમાં જોડાયા હતા

- text