મોરબીમા એ ડિવિઝન પોલીસે ગરીબ બાળકોને ફટાકડાનું વિતરણ કરી દિવાળીને દિપાવી

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આજે ઝૂંપડપટ્ટીના બાળકોને ફટકડાનું વિતરણ કરીને ખરા અર્થમા દિવાળીના પર્વને દીપાવ્યો હતો. સાથો સાથ પોતાની સંવેદનશીલતાનો પરચો પણ આપ્યો હતો.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપીની સૂચના મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ચૌધરી સહિતના સ્ટાફ દ્વારા આજે બાયપાસ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમા બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફટાકડા મેળવીને તમામ બાળકોનો હરખ સમાતો ન હતો. આમ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દિવાળીના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

- text