મોરબીમા તહેવાર નિમિત્તે વિવિધ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગ

- text


તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાના તમામ સેન્ટરોમાં બે દિવસ ફૂટ પેટ્રોલીંગ કરવા એસપીનો આદેશ

મોરબી : મોરબી જિલ્લામા તહેવાર નિમિતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બે દિવસ ફૂટ પેટ્રોલીંગ કરવા એસપી દ્વારા આદેશ અપાયો છે. જેના પગલે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસની ટિમો દ્વારા આજે સાંજના અરસામાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

- text

મોરબી જિલ્લામા દિવાળીના પર્વ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ મોરબી સિટી એ ડિવિઝન, બી ડિવિઝન, ટંકારા, માળિયા, હળવદ અને વાંકાનેર પોલીસને બે દિવસ પોતપોતાના વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જેથી આજથી જ આ તમામ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ શરૂ કરી દેવાયુ છે. આ જ રીતે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા જાહેર માર્ગો ઉપર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

- text