હળવદ : સરંભડીયા દાદાના મંદિરએ મૂર્તિ પ્રતિષ્ઠા તિથિ મહોત્સવ ઉજવાયો

- text


શ્રી સરંભડીયા દાદા તથા શ્રી નાગેશ્વર મંદિરની તિથિનો સાતમો ઉત્સવ ઉજવાયો : મહાપ્રસાદ, લોકડાયરો સહિતના કાર્યક્રમોનું કરાયું આયોજન

હળવદ : તાલુકા સરંભડા ગામે આવેલ શ્રી સરંભડીયા દાદા તથા શ્રી નાગેશ્વર મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠા સાતમી તીથીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સવારના માંડવાનું રોપણ કર્યા બાદ બપોરના મહાપ્રસાદ અને રાત્રીના લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકાના સરંભડા ગામે આવેલ ગામલોકોના આસ્થાના પ્રતિક સમાન શ્રી સરંભડીયા દાદાના મંદિર ખાતે તિથિ ઉત્સવનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આજે સવારના માંડવા રોપ્યા બાદ બપોરના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત ગ્રામજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાથે જ રાત્રિના ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરેલ હોય, જેમાં લોક સાહિત્યકાર હકાભા ગઢવી, લોક ગાયિકા સોનલબેન ઠાકોર અને ભજનીક ભરત મહારાજ સહિતના કલાકારો દ્વારા લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.

- text

આ વેળાએ સરંભડા ગામના ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ આ પ્રસંગે ભુવા શ્રી દેવુભા ગઢવી, મોરબી જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ, લઘરાભાઈ મુંધવા, જીલાભાઈ દોરાલા, રમેશભાઈ કોળી, જાલાભાઈ મુંધવા, દિનેશભાઇ બાવળીયા, કિરણભાઈ દોરાલા, રતાભાઈ ભરવાડ, રૈયાભાઈ મુંધવા, ખોળુભાઈ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


- text