મોરબીની ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓએ ગરીબ બાળકોને ચીજ-વસ્તુઓનું વિતરણ કર્યું

- text


મોરબી : સમગ્ર જિલ્લામાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી થઇ રહી છે તથા દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ તથા ન્યુ એર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના રમકડાં, કપડાં તથા પોકેટમનીના પૈસામાંથી મીઠાઈ ખરીદીને પછાત વિસ્તારમાં જઈ તેમના જ હાથે વસ્તુઓનું વિતરણ કરી દીપાવલીના તહેવારનો પ્રકાશ ગરીબોના ઘરમાં રોશન કર્યો હતો. આ ઉમદા પ્રવૃત્તિથી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ તથા ન્યુ એર પબ્લિક સ્કૂલ પરિવારે આનંદની લાગણી અનુભવી હતી.

- text