નાની વાવડી ગામે બે યુવકોનું કારમાં અપહરણ કરી માર માર્યો

- text


પોલીસે ગણતરીની કલાકોમાં છ આરોપીઓને ઝડપી પાડ્યા


મોરબીના નાની વાવડી ગામે બે મિત્રોને છ શખ્સોએ છોકરા છોકરી બાબતે પૂછપરછ કરી ગાળો આપીને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે છ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા ભરતભાઈ પોપટભાઈ પરસુમીયા તથા તેના મિત્ર દીપકભાઈ ગત તારીખ 22ના 10:45 વાગ્યાના અરસામાં ફરિયાદી ભરતભાઈ પરસુમીયાની, વાવડી રોડ, સિદ્ધિ વિનાયક સોસાયટી સ્થિત આવેલ એલ્યુમીનીયમ સેક્શનની દુકાની બાજુમાં આવેલ દુકાનાવાળા જીતુભાઈની દુકાનની બહાર બેઠા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી જેમાંની એક કાળા કલરની સ્કોર્પિયો GJ 10 BR 6964 તથા ગ્રે કલરની ફોર્ડ GJ 36 R 0222માં ભરતભાઈ અરજણભાઈ રબારી, રામસિંગભાઈ રણછોડભાઈ રબારી, મહાદેવ કરણા રબારી, હિતેશભાઈ જેમાંલભાઈ રબારી, વિનોદભાઈ સામંતભાઈ રબારી અને મનોજભાઈ જેમલભાઈ રબારી વાળાએ પોતાના સમાન ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી રચી છોકરા-છોકરી બાબતે પૂછપરછ કરી ગાળો આપી ધાક ધમકી આપી જબરદસ્તીથી બાવડા પકડી તેઓની ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ જઈ ટંકારા નજીક આવેલ હનુમાનજીના મંદિર પાસે લઇ જઈ બંનેને માર મારી સામાન્ય ઈજા કરી કોઈ જાતની પોલીસ ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હોવાની ફરિયાદ ભરતભાઈ પોપટભાઈ પરસુમીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એમ.વી. પટેલે કરતા છ આરોપીઓને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


- text