હળવદ નજીક ટ્રકે ટ્રેક્ટરને અડફેટે લેતા એક ખેડૂતનું મોત : ત્રણ ઇજાગ્રસ્ત

- text


મયુરનગરના ખેડૂત હળવદ યાર્ડ માં કપાસ ખાલી કરી પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત

હળવદ : આજે મોડી રાત્રીના હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસે મયુરનગર ગામના ખેડૂતને અકસ્માત નડયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત તે વેળા બન્યો હતો કે ખેડૂત હળવદ યાર્ડ માં કપાસ ખાલી કરી મયુરનગર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે ટ્રેક્ટરને અડફેટે લીધું હતું. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી નાસી છૂટેલ ટ્રકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ-માળીયા હાઈવે પર ટ્રક ચાલકો બેફામ રીતે ટ્રકો ચલાવી અવાર નવાર અકસ્માત સર્જતા હોય છે ત્યારે આજે મોડી રાત્રીના વધુ એક બનાવ સામે આવ્યો છે.

મયુરનગર ગામના ખેડૂત હળવદ યાર્ડમાં કપાસ ખાલી કરી ટ્રેક્ટર લઈ પરત પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે કેદારીયા ગામ નજીક પાછળ આવી રહેલી ટ્રક ચાલકે ટ્રેકટર ને અડફેટે લેતા ખેડૂત દિલુભાઈ બીજલ ભાઈ ચાવડા ૪૫ રહે મયુરનગરનું ઘટનાસ્થળે જ કમમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે ટ્રેકટરમાં સવાર અન્ય ત્રણ લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108ની મદદથી સારવાર માટે ખસેડાયા હતા.

- text

બીજી તરફ ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. જેને અણીયારી ટોલનાકા પાસેથી ટ્રકને ઝડપી લેવાયો હતો. અકસ્માતના બનાવને પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક બળવો કરાવી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ હળવદથી મયુરનગરને જોડતા રોડનો ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદી પરનો બેઠો પુલ તૂટી ગયો હોય, જેને કારણે આ રસ્તો બંધ થઈ ગયો છે. જેથી, નાછૂટકે મયુરનગરના ગ્રામજનોને હળવદ આવવા માટે ધનાળાથી હાઈવે પર જવું પડતું હોય છે. જેનાથી આવા અકસ્માતના ભોગ બનવું પડી રહ્યું છે તેમ લોકો જણાવી રહ્યા છે.

- text