મોરબી એલસીબીએ નીચી માંડલમાં વરલીના આંકડા લેતા બેને ઝડપ્યા

- text


રૂ. 28 હજારની રોકડ જપ્ત : વધુ એક શખ્સનું નામ ખુલતા તેને પકડવાની તજવીજ

મોરબી : મોરબી એલસીબીએ આજે નીચી માંડલ ગામે દરોડો પાડીને વરલીના આંકડા લેતા બે શખ્સોને રૂ. 28 હજારની રોકડ સાથે પકડી પાડ્યા હતા. આ વેળાએ અન્ય એક શખ્સનું પણ નામ ખુલતા તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમે આજે સાંજના અરસામાં નીચી માંડલ ગામે દરોડો પાડ્યો હતો. જેમા વરલીના આંકડા લેતા બે શખ્સો મુકેશ વનુભાઈ પાનેસરા ઉ.વ.42ને રૂ. 17,800ની રોકડ સાથે તેમજ હિતેશ ઉર્ફે ભટુડી લક્ષ્મણભાઇ દેત્રોજા ઉ.વ.38ને રૂ. 10,600ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

આ બન્ને શખ્સ સામે મોરબી તાલુકા પોલીસમાં એલસીબી દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ વેળાએ મુકેશભાઈ નામના શખ્સનું પણ નામ ખુલતા એલસીબીએ તેની સામે પણ ગુનો નોંધાવીને તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text


- text