ટંકારાના કલ્યાણપર ગામની સીમમાં બે વર્ષનો બાળક કૂવામાં પડી જતા મોત

- text


ટંકારા : ટંકારાના કલ્યાણપર ગામની સીમમાં બે વર્ષનો બાળક રમતા રમતા કૂવામાં પડી ગયો હતો. જેથી તેનું ડૂબી જતાં મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે અબ્દુલભાઇ વલીભાઈની વાડીએ મગનભાઇ સિસાળાનો બે વર્ષનો પુત્ર રવિ રમી રહ્યો હતો. ત્યારે રમતા રમતા તે કૂવામાં પડી ગયો હતો. જેથી ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


- text