વાંકાનેરની ઢુંવા ચોકડીએ કાયદાનો ભંગ કરનાર સ્પા સંચાલક એસઓજી પોલીસની ઝપટે

- text


વાંકાનેર : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સ્પામાંથી કુટણખાનું ઝડપાયા બાદ પોલીસે ચેકીંગનો દૌર શરૂ કર્યો છે જેમાં વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડીએ આવેલા સ્પામા સંચાલક દ્વારા સ્પા વર્કરની વિગતો પોલીસને નહિ આપવાની સાથે સીસીટીવી કેમેરાનું બેકઅપ સાચવ્યું ન હોય એસઓજી પોલીસે રાજકોટના સ્પા સંચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે ગઈકાલે વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી નજીક આવેલ સ્પર્શ સ્પામાં ચેકીંગ કરતા રાજકોટના રહેવાસી સ્પા સંચાલક કમલ ઉર્ફે રાજુ શીતલપ્રસાદ બોરાસીએ સ્પા વર્કર્સના બાયોડેટા પોલીસમાં જમા ન કરાવ્યા હોવાનું તેમજ સીસીટીવી કેમેરાનું નિયમ મુજબ બેકઅપ ન રાખ્યું હોવાનું જણાતા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text