મોરબીમાં પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા નિરાધારોનો આધાર બનવવાનો અનોખો સેવાયજ્ઞ

- text


દિવાળીનો તહેવાર ગરબો પણ હસીખુશીથી ઉજવી શકે તે માટે એલઇ કોલેજના છાત્રો ચાર સ્થળે લોકો પાસે બિન ઉપયોગી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એકત્ર કરી જરૂરિયાતમંદો અર્પણ કરે છે

મોરબી : દરેક માણસ જે કાર્ય કરતો હોય તે વ્યવસાયિક કે શિક્ષણ એમાંથી સમય કાઢીને સમાજના નબળા વર્ગને ઉપયોગી થવા જે કાર્ય કરે છે તે જ સૌથી મોટો માનવ ધર્મ છે. ત્યારે મોરબીના એલઈ કોલેજના વિધાર્થીઓના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આ માનવ ધર્મને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યો છે. આ ગ્રુપ દ્વારા ગરીબો પણ દિવાળી હસીખુશીથી ઉજવી શકે તે માટે શહેરના ચાર સ્થળે કલેક્શન સેન્ટર શરૂ કરીને લોકો પાસે બિન ઉપયોગી પણ સારી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એકત્ર કરવાની સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે અને લોકોને તેમના માટે બીન ઉપયોગી રહેલા ચીજ વસ્તુઓને આ ગ્રૂપને સોંપી દેવાની હાકલ કરવામાં આવી છે.

મોરબીના એલઈ કોલેજના છાત્રોનું પટેલ સોશ્યલ ગ્રુપ ઇજનેરી અભ્યાસ કરવાની સાથે નિરંતર જરૂરિયાતમંદો માટે વિવિધ સેવા પ્રવૃત્તિ કરે છે.ખાસ કરીને આ પટેલ સોશ્યલ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી દર દિવાળી પહેલા અનાધારનો આધાર નામનો સેવાયજ્ઞ ચલાવે છે. જેમાં આ ગ્રુપના વિધાર્થીઓ ગરીબો પણ દિવાળી ઉજવી શકે તે માટે શહેરના ચાર સ્થળે કલેક્શન સેન્ટર શરૂ કરીને લોકો પાસેથી બિન ઉપયોગી પણ સારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એકઠી કરીને બાદમાં એ વસ્તુઓનું ગરીબોને વિતરણ કરે છે. ત્યારે દિવાળી નજીક આવતા પટેલ સોશ્યલ ગ્રુપે આ સેવાયજ્ઞ હાથ ધર્યો છે.

- text

પટેલ સોશીયલ ગ્રૂપ એલ .ઈ. કૉલેજ મોરબી દ્વારા આયોજિત કાર્યકમ તા.12 થી ત.15 ઓક્ટોબર સુધી મોરબી ખાતે અનાધારનો આધાર નામે ગરીબો માટેનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આ ગ્રુપે લોકોને અનુરોધ કર્યો છે કે, તમારા ઘરના જુના કપડા , રમકડાં , વાસણ અમને આપો અમે તેને અનાથ અને ગરીબો સુધી પહોંચાડી દેશું. કોઈપણ વસ્તુ જે તમારે ઉપયોગમાં ન આવે અને કામની ના હોય એ જીવન જરૂરિયાત વસ્તુ આપી શકો છો. આવી વસ્તીઓ અન્ય કોઈ પણ પ્રકારની સહાય 1) સુપર માર્કટ , સનાળા રોડ ,મોરબી 2) કેનાલ ચોકડી , રવાપર રોડ , મોરબી 3) રામેશ્વર મંદિર , મોરબી ૨ તથા 4) બાપા સીતારામ ચોક , મોરબી. ખાતે ઉભા કરાયેલા કેમ્પમાં પહોંચાડી દેવા જણાવ્યું છે. આની વધુ માહિતી માટે ગ્રુપના અંકિત ઢોલરિયા – 9081592581 તથા ઉદિત સાણંદિયા 7984210934.તેમજ પીપળીયા કેવલ 6353730264 અને ભાખર પ્રિયંક – 6354784448 નો કોન્ટેક કરવા અનુરોધ કરાયો છે.

- text