‘ધ જુમર હાઉસ’ની અનોખી દિવાળી ઓફર, બ્લડ ડોનેશન કર્યું હોય તેવા ગ્રાહકોને 10 ટકા ડિસ્કાઉન્ટ

- text


 

લકઝરીયસ જુમર, ફેન્સી આઈટમ અને એ ટુ ઝેડ લાઈટિંગ સોલ્યુશન માટે હવે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી, ઘર આંગણે જ મળી રહેશે તે પણ વ્યાજબી ભાવે

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં સેવાભાવી ગ્રાહકો માટે ધ જુમર હાઉસ દિવાળીની ખાસ ઓફર લાવ્યું છે. જે ગ્રાહકે બ્લડ ડોનેશન કર્યું હશે તેને ધ જુમર હાઉસમાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.વધુમાં જેના માટે ગ્રાહકોને રાજકોટ કે અમદાવાદ સુધીના ધક્કા થતા હતા તે લકઝરીયસ જુમર, ફેન્સી આઈટમ અને એ ટુ ઝેડ લાઈટિંગ સોલ્યુશન હવે મોરબીમાં ઘર આંગણે ધ જુમર હાઉસમાં ઉપ્લબ્ધ છે.

સમગ્ર વિશ્વ વિકાસની હરણફાળ ભરીને આજે ટેકનોલોજીના યુગમાં પહોંચ્યું છે. અહીં ટેકનોલોજીની ક્રાંતિના કારણે અનેકવિધ ચમત્કારો જોવા મળે છે. પરંતુ આ યુગમાં અનેકવિધ ચમત્કારિક લાગતી હોય તેવી ટેક્નોલોજીવાળી વસ્તુઓનું નિર્માણ થયું છે. પણ લોહીનું નિર્માણ હજુ સુધી નથી થઈ શક્યું. માટે જ માણસના લોહીની કિંમત અકલ્પનિય છે. જ્યારે પરિવારના કોઈ સભ્યને લોહીની જરૂર પડે છે. ત્યારે જ સમજાય છે કે લોહીનું શુ મહત્વ છે? અને રક્તદાનનું શુ મહત્વ છે?

ઘણા સમાજસેવીઓ નિશ્ચિતપણે સેવાભાવથી પોતાની સમાજ પ્રત્યેની ફરજ સમજીને રક્તદાન કરતા જ હોય છે. ત્યારે આવા લોકોને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે ઓમ શોપિંગમા આવેલ પ્રખ્યાત ધ જુમર હાઉસમા દિવાળીની વિશેષ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં જો કોઈ ગ્રાહકે બ્લડ ડોનેશન કર્યું હશે અને તે બ્લડ ડોનેશનનું સર્ટિફિકેટ બતાવશે તો તેમને કોઈ પણ પ્રોડકટ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

- text

ધ જુમર હાઉસ વિશાળ અને લકઝરીયસ શો રૂમ છે. જ્યા તમામ પ્રકારના જુમર, ફેન્સી આઈટમ તેમજ એ ટુ ઝેડ લાઈટિંગ સોલ્યુશન ગ્રાહકને મળી રહેશે. અહીં હેંગીગ લાઈટ, વોલ લાઈટ, સ્ટ્રીટ લાઈટ, ટ્રેક લાઈટ, સીઓબી લાઈટ, એલઇડી પેનલ લાઈટ, ગેટ લાઈટ તેમજ અન્ય અનેકવિધ ડેકોરેટીવ લાઈટ ઉપ્લબ્ધ છે.

જો તમે રક્તદાન કર્યું હોય અને દિવાળીએ ઘર સજાવટ માટે કોઈ વસ્તુ લેવા ઇચ્છતા હોય તો ધ જુમર હાઉસમાં પધારીને અવશ્ય આ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિ. વધુ વિગત માટે મો.નં. 8758276609 અથવા 9726389879 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text