હળવદના અજિતગઢ ગામે પુરમાં ફસાયેલા 23 માંથી 10 લોકોનું રેસ્ક્યુ

- text


એસ. ડી. આર. એફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 10 લોકોને બચાવી લીધા : વાડી વિસ્તારમાં અન્ય જગ્યાએ સુરક્ષિત સ્થળ હોવાથી બાકીના 13 લોકો ત્યાં જ રોકાયા

હળવદ : હળવદ પંથકમાં મેઘરાજા કહેર વરસાવ્યો હતો.વરસાદને કારણે બ્રાહ્મણી નદી ગાંડીતુર બનતા આ નદીના પાણી અને રણનું પાણી પુરની જેમાં હળવદ તાલુકાના અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળ્યાં છે આ પુરમાં 23 લોકો ફસાયા હતા. જેને બચાવવા માટે એસ.ડી.આર.એફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 10 લોકોને બચાવી લીધા હતા.જ્યારે વાડી વિસ્તારમાં અન્ય જગ્યાએ સુરક્ષિત સ્થળ હોવાથી બાકીના 13 લોકો ત્યાં જ રોકાયા છે.

હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસ સુધી અવિરતપણે વરસાદ પડ્યો હોવાથી મોટી આફત આવી પડી હતી. જેમાં ભારે વરસાદને કારણે હળવદની બ્રાહ્મણી નદી ગાંડીતુર બનીને બે કાંઠે વહેવા લાગી હતી.આ બ્રાહ્મણી નદીના પાણી ધસમસતા પુરની જેમાં હળવદ તાલુકાના અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળ્યાં હતા.જેથી વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરીને પેટીયું રળતા 23 જેટલા શ્રમિકો પાણીના પુરમાં ફસાયા હતા. 23 લોકો પાણીના પુરમાં ફસાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.જોકે ગ્રામજનોએ પાણીમાં ફસાયેલા 23 શ્રમિકોને બચાવવા ભારે અથાક પ્રયાસો કર્યા હતા જેમાં સ્થાનિકો હોડી અને ટ્રેક્ટરથી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યા હતો પણ એમાં સફળતા મળી ન હતી.પાણી એટલી હદે વાડી વિસ્તારમાં ફરી વળ્યું હોય અને 23 શ્રમિકો પાણીની વચ્ચોવચ હોવાથી હેલિકોપ્ટરથી તેમને બચાવી શકાય તેવી સ્થિતિ ઉદભવી હતી.

- text

ફસાયેલા લોકો નજીક સતત પાણીનો વધારો થતો હોવાથી તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા..આ બનાવને પગલે હળવદના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કરવા માટે રાજકોટથી એસ.ડી.આર.એફની ટીમને બોલાવવામાં આવી હતી અને આ ટીમે મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને વાડી વિસ્તારમાં પુરમાં ફસાયેલા 23માંથી બાળકો,સ્ત્રી, પુરુષ સહિત 10 લોકોને હેમખેમ બચાવી લીધા હતા અને આ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા હતા.જોકે વાડી વિસ્તારમાં અન્ય જગ્યાએ સુરક્ષિત સ્થળ હોવાથી બાકીના 13 લોકો ત્યાં જ રોકાયા હતા.જેથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text