સિંધવાદરની એસ. એમ. પી. હાઈસ્કૂલે ડોઝબોલ U-14 સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધવાદરની એસ. એમ. પી. હાઈસ્કૂલે રમત ગમત ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાને ડોઝબોલ U-14 વય જૂથમાં સિલ્વર મેડલ અપાવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજીત રાજ્ય કક્ષાની U-14 ડોઝબોલ સ્પધાઁનું ભાવનગર ખાતે ગત તારીખ 28-09થી 30-09 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી 18 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં એસ.એમ.પી.હાઈસ્કૂલ-સિંધાવદરની U-14 વય જૂથની બહેનોની ટીમે રાજ્ય સ્તરની પ્રતિયોગીતામાં પ્રભાવિત દેખાવ કરી સિલ્વર મેડલ મેળવેલ છે. આગામી દિવસોમાં સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગીતામા સિલ્વર મેડાલીસ્ટ ટીમમાંથી પસંદગી પામેલ ત્રણ ખેલાડી બહેનો મોરબી જિલ્લાની U-14ની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે એસ. એમ. પી. હાઈસ્કૂલ સિંધાવદરના આચાર્ય એ. એ. બાદી સાહેબ તથા વ્યાયામ શિક્ષક જે. એમ. વડાવીયાના સર્જનાત્મક પ્રયત્નો તથા ખેલાડીઓની અથાગ મહેનતના ફળ સ્વરૂપે છેલ્લા ત્રણ વર્ષમા શાળાના ખેલાડીઓએ નેશનલ કક્ષાએ ચાર બ્રોન્ઝ મેડલ મેળવી મોરબી જિલ્લાને રાષ્ટ્રીય લેવલે મેરીટમાં સ્થાન અપાવ્યું હતું.

રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવવા બદલ ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય એ. એ. બાદીસાહેબ તથા શાળા પરિવારે ખેલાડીઓ અને કોચને બિરદાવ્યા છે. તેમજ મોરબી જિલ્લા રમતગમત અધિકારી, પ્રવિણાબેન, એ. પી. ઓ. નાકિયા સાહેબ, વાંકાનેર કન્વીનર પટેલ સાહેબ, પટોડી સાહેબ તેમજ સમગ્ર જિલ્લાના વ્યાયામ પરિવારે શાળા, કોચ તેમજ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text