આશાપુરા તથા ચોટીલા જતા પદયાત્રિકોની સુરક્ષા માટેની કામગીરી કરાઈ

- text


મોરબી : હાલ માતાજીની ભક્તિ ઉપાસનનાના મહાપર્વ સમાં નવલા નોરતા ચાલી રહ્યા છે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ માતાનામઢે જવા લોકો શ્રદ્ધા આસ્થા પૂર્વક દિવસ રાત જોયા વિના પદયાત્રા કરી રહ્યા છે, ત્યારે પદયાત્રાળુઓની સેવા અર્થે વિવિધ પ્રકારના સેવા યજ્ઞો ચાલી રહ્યા છે ત્યારે પદયાત્રીઓની સુરક્ષા અને સલામતી હેતુ પણ લોકો વિવિધ પ્રકારે કામગીરી કરી રહ્યા છે.

આ સંદર્ભે વાંકાનેર નજીકમાં આશાપુરના મઢે તેમજ ચોટીલા સ્થિત માં ચામુંડાના દર્શને જતા પદયાત્રાળુઓને રાત્રીના અંધકારમાં અકસ્માત થવાનો ખતરો ઉભો થતો હોય છે. ત્યારે જયેશ સોમાણી અને તેમની ટીમ દ્વારા યાત્રિકોની સોલ્ડર બેક પેક બેગ પર રેડિયમની પટ્ટી મારવાની કામગીરી થઈ રહી છે. આ પટ્ટી લગાવવાથી રાત્રીના સમયે વાહનોની હેડ લાઈટનો પ્રકાશ બેગ પર પડે ત્યારે એ પ્રકાશ લાલ કલરથી રીફલેક્ટ થાય છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતી આ પટ્ટીને કારણે સામેથી આવતી અન્ય વાહનોના લાઈટના પ્રકાશમાં પણ વાહન ચાલકને આગળ જતાં પદયાત્રીઓ હોવાનો સંકેત મળી જતા અકસ્માતનો ભય ટળી જાય છે. ત્યારે શ્રદ્ધાળુઓમાં આ વિશિષ્ટ સેવાની સરાહના થઈ રહી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text