મચ્છુ 2 ડેમના 10 દરવાજા ખોલાયા : બેઠો પુલ બંધ કરાયો

- text


ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં વધુ પાણી આવતા મચ્છુ નદી ફરી ગાંડીતુર બની : પોલીસે નદી હેઠવાસના લોકોને સલામત સ્થળે ખસેડી બેઠોપુલમાં અવરજવર બંધ કરી દીધી: મોરબી જિલ્લામાં માત્ર છુટા છવાયા ઝાપટા

મોરબી : મોરબી જિલ્લામાં ગઇકાલ સોમવારે બપોર પછી એકંદરે વરસાદનો વિરામ રહ્યા બાદ માત્ર છુટા છવાયા હલવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા.જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અગાઉથી જ છલોછલ રહેલા મચ્છુ 2 ડેમમાં ભરપૂર પાણીની આવક થતા આ ડેમના દસ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે.જેના પગલે મચ્છુ નદી ફરી ગાંડીતુર બનતા પોલીસે બેઠોપુલ બંધ કરાવ્યો હતો અને નદી હેઠવાસના લોકોને સલામત સ્થળે ખસેડી દીધા હતા.

મોરબી જિલ્લામાં સોમવારે બપોરથી એકંદરે મેઘ વિરામ રહ્યા બાદ મચ્છુ 2 ડેમમાં પાણીની આવક ઘટતા લોકોએ રાહતનો દમ લીધો હતો.પણ સુરેન્દ્રનગર અને ચોટીલા વિસ્તારમાં ગઈકાલે સાંજથી ભારે વરસાદ પડ્યો હોબથી મચ્છુ-2 ડેમમાં મોટી માત્રામાં પાણી આવ્યું હતું.જોકે મચ્છુ-2 ડેમ અગાઉથી જ ઓવરફ્લો હોવાથી આ ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને 32320 ક્યુસેક પાણી મચ્છુ-2 ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે.જેના પગલે મચ્છુ નદી ફરી ગાંડીતુર બનીને બે કાંઠે વહી હતી અને મચ્છુ નદી પરના નીચેના બેઠપુલ ઉપરથી પાણી વહેતા સલામતીના ભાગ રૂપે પોલીસે આ બેઠોપુલ બંધ કરાવી દીધો છે.તેમજ નદી હેઠવાસમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.મચ્છુ નદી બે કાંઠે વહેતી હોવાથી પોલીસે બેઠાપુલ અને નદી હેઠવાસના વિસ્તારમાં અવરજવર બંધ કરાવી દીધી છે.હાલ આ સ્થળે પોલીસનો સ્ટાફ બેઠાપુલ પર બંદોબસ્તમાં ગોઠવાયો છે.

- text

જોકે મોરબીમાં હાલ વરસાદ નથી, પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ ઉદભવી છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે મેઘવર્ષાના કારણે મચ્છુ ડેમના પાટિયા સમયાંતરે ખોલાયા હતા.મોરબી જિલ્લામાં ગઈકાલથી વરસાદે વિરામ લેતા મચ્છુ-2 ડેમના પાટીયામાં ક્રમશ ધટાડો થયો હતો.જેમાં ગઈકાલે સાંજે પાણીની આવક ઘટતા મચ્છુ ડેમના પાંચ દરવાજા ખુલ્લા રખાયા હતા.પણ આજે સવારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મચ્છુ ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલવા પડ્યા છે.જોકે મચ્છુ નદીમાં પુર જેવી સ્થિતિ હીવ છતાં હાલ એકંદરે શાંતિ છે.એટલે સલામતીને લઈને ચિતાનું કોઈ કારણ નથી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text