મોરબી તાલુકાના છ ગામોને અલગ ડિવિઝન કાર્યરત કરવા પીજીવીસીએલને રજૂઆત

- text


મોરબી : મોરબી તાલુકા સરપંચ એસોશિએશન દ્વારા પીજીવીસીએલને દરેક ગામોમાં ઓવરલોડ થઇ ગયેલી કામગીરીને કારણે અલગ ડિવિઝન ઓફિસ કાર્યરત કરવા રજૂઆત કરાઈ હતી. આ રજૂઆત ખાખરાળાં, ખાનપર, બીલીયા, વિરપર, જેપુર સહિતની છ ગ્રામ પંચાયત વતી કરવામાં આવી હતી.

મોરબીના તમામ ગામોના કનેક્શન એક જ સબ ડિવિઝન અંતર્ગત આવેલા હોવાથી ઓફિસની કામગીરી વધી ગઈ છે. તેના કારણે કાર્યો પૂર્ણ કરવામાં વિલંબ થાય છે. તેથી, કામગીરી ઝડપથી કરવા માટે અલગ ડિવિઝન ઓફિસ કરવા માટે માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રામજનોની સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તથા લોકોની અરજીઓનો ઝડપથી જવાબ મળે તે હેતુથી મોરબી તાલુકા સરપંચ એસોશિએશન દ્વારા પીજીવીસીએલને રજૂઆત કરવામાં આવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text