ઘરેલુ ઝઘડામાં પરિણીતા બે સંતાનો સાથે ગુમ

- text


મોરબી : મોરબીમાં પતિ સાથે ઝઘડો થતા પરપ્રાંતિય પરિણીતા બે સંતાનો સાથે ગુમ થઈ હોવાની ફરિયાદ મહિલાના પતિએ પોલીસ મથકમાં નોંધાવતા પોલિસે બે બાળકો સહિત પરિણીતાની શોધખોળ હાથ ધરી છે.

મોરબીમાં પતિ સાથે થયેલી બોલાચાલી બાદ પરપ્રાંતિય મહિલા તેના પુત્ર-પુત્રીને લઈને કયાંક ચાલી જતા તેના પતિએ પોલીસને જાણ કરી છે.

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતી લક્ષ્મીદેવી અર્જુનભાઈ બાબુજી સાહની નામની પચ્ચીસ વર્ષની પરપ્રાંતિય પરિણીતા તેના પાંચ વર્ષના પુત્ર રાહુલ અને સાત વર્ષની દીકરી મોહીનીને સાથે લઈને ગત તારીખ 9/8/10ના રોજ નવેક વાગે ઘેરથી કંઈ કહ્યા વગર નીકળી ગઇ હતી. ત્યાર બાદ મહિલાના પતિ તેમજ અન્ય પરિજનોએ ઘરમેળે મહિલા તથા બાળકોની શોધખોળ કર્યા બાદ ગઈકાલે પરણિતાના પતિ અર્જુન બાબુજી સાહનીએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે બનાવની નોંધ કરીને પરિણીતા અને તેના બે સંતાનોની શોધખોળ શરૂ કરી છે. પતિ-પત્ની વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી બાદ પરિણીતા કંઈ કહ્યા વગર નીકળી ગઈ હોય અને બે સંતાનોને સાથે લઇ ગઇ હોય તેવું યુવાને ફરિયફમાં પોલીસને જણાવેલ છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text