ટંકારા નજીક ખરા બપોરે બાવળની ઝાળીમાં જુગાર રમતા ત્રણ પકડાયા, 3 લાખ કબ્જે

- text


રાજકોટનો એક મોરબીના બે શખ્સ પાના ટીચતા ઝપટે ચડ્યા

ટંકારા : મોરબી એલસીબી ટીમે ગઈકાલે ખરા બપોરે 42 ડીગ્રી તાપમાં ટંકારા – રાજકોટ હાઇવે ઉપર ખજૂરા હોટલ નજીક બાવળની ઝાળીમા જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને રોકડા રૂપિયા 3.01 લાખ સાથે પકડી પાડી ટંકારા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા – રાજકોટ હાઇવે ઉપર હોટલ ખજૂરા નજીક બાવળની ઝાળીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી પ્રકાશભાઇ વશરામભાઇ ફેફર, રહે.રાજકોટ સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક તીર્થ એપાર્ટમેન્ટ, રાજકોટ શહેર, મુળ રહે.હિરાપર તા.ટંકારા, કલ્પેશભાઇ ધીરૂભાઇ બરાસરા, રહે.મોરબી આલાપરોડ કુંજગલી શેરી મુળ રહે.નસીતપર તા.ટંકારા અને પિન્ટુલ કરશનભાઇ કાવર, ધંધો કોન્ટ્રાકટ રહે.મોરબી રવાપર રોડ બાપા સીતારામ ચોક દર્પણ સોસાયટી, મુળ રહે.નાનાભેલા તા.માળીયા મિયાણા નામના આરોપીઓ રોકડા રૂપિયા 3,01,000 સાથે તીનપતિ રમતા પકડાઈ જતા મોરબી એલસીબી ટીમે ટંકારા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text